ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ રહી છે રાજ્ય મંત્રીમંડળની બેઠક
Live TV
-
રાજ્ય મંત્રીમંડળની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોક-પાંચની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર શાળા કોલેજો ફરી શરૂ કરવાની પણ મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થવાની સંભાવા છે. આ ઉપરાંત વરસાદી માહોલને કારણે રાજ્યમાં ખેતીની સ્થિતિની સમીક્ષા તેમજ પાકોની ઓનલાઇન ખરીદી અંગે પણ ચર્ચાથાવી સંભાવના છે. તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રવાસ અંગે પણ બેઠકમાં મંત્રણા કરવામાં આવી રહી છે.
