ગાંધીનગર: FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન, ગુજરાતનો કાપડ ઉદ્યોગ '5F' વિઝનને સાકાર કરવા અગ્રેસર
Live TV
-
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના '5F'વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છે અને આ આયોજન થકી તેને વધુ વેગ મળશે. આએક્ઝિબિશન દ્વારા ઉદ્યોગકારોને નવા બજારો તથા વેપારની નવી તકો પ્રાપ્ત થશે.આ અવસરે જગદીશ વિશ્વકર્માએ ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને આ ભવ્ય આયોજન બદલ મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને તમામ સભ્યોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરના મેયર મીરાબેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
