ગાંધીમૂલ્યોને ઉજાગર કરવા માટે 16થી 22 જાન્યુઆરી સુધી પદયાત્રા યોજાશે
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર આપી માહિતી
ગાંધીમૂલ્યોને ઉજાગર કરવા માટે 16થી 22 જાન્યુઆરી સુધી પદયાત્રા યોજાનાર છે. જેને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટર પર માહિતી આપી. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે બુનિયાદી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે.ગાંધી મૂલ્યોને ઉજાગર કરવા માટે યાત્રાનું આયોજન કરેલ છે. સાપ્તાહિક યાત્રામાં મણાદથી તળાજાના બેલા અને શેત્રુંજીડેમ. પાણિયાદી, પાલિતાણા, જામવાડી, દુધાળા ગામ ફરશે. યાત્રામાં જોડાવા માટે વેબસાઇડ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. પદયાત્રાના અંતિમ દિવસે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ કરશે.
