ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન
Live TV
-
મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિની રાજ્યમાં પણ ઠેર-ઠેર ઉજવણી - જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર પરિસરમાં યોજાયેલી સર્વ ધર્મ પ્રાર્થનાસભામાં ડિજિટલ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીના અવસરે પોરબંદર સ્થિત કિર્તી મંદિર પરિસરમાં યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભા અને ભાવવંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિઝીટલ માધ્યમથી સહભાગી થયા હતા અને બાપુના ચરણોમાં વંદન કરીને શ્રદ્ધાસુમન અપર્ણ કર્યાં હતાં.
આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેકટર ડી.એન.મોદી સહિત, જિલ્લા પોલીસ વડા તેમજ શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંકલ્પો અને આદર્શોનું સંસ્મરણ કર્યું હતું.
કિર્તી મંદિર સંચાલન સમિતીના અધ્યક્ષ અને પ્રભારી મંત્રી તેમજ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે બાપુને પુષ્પાજંલિ અર્પણ કરીને, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલા સત્ય, અહિંસા અને સ્વચ્છતાના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો.
