ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ‘IN/OUT રજીસ્ટ્રેશન સિસ્ટમ’ અમલી: આજથી પ્રાયોગિક શરૂઆત
Live TV
-
ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.18 જુલાઈથી ગિરનાર પર્વત પર અવરજવર કરતા તમામ યાત્રાળુઓ માટે ‘IN/OUT રજીસ્ટ્રેશન સિસ્ટમ’ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા નવી સીડી, જૂની સીડી કે રોપવે માર્ગે જતા યાત્રાળુઓએ પર્વત પર ચઢતી વખતે QR કોડ સ્કેન કરી 'IN' એન્ટ્રી અને પરત ફરતી વખતે 'OUT' એન્ટ્રી કરાવવાની રહેશે.રજીસ્ટ્રેશન માટે https://Register.bhavnathtemple.com લિંકનો ઉપયોગ કરવાનો રહેશે. સ્થળ પર QR કોડની સ્ટેન્ડી પણ મૂકવામાં આવશે.ઓફલાઇન સુવિધા જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન નથી, તેઓ ફરજ પરના સ્ટાફની મદદથી સ્થળ પર જ ઓફલાઇન નોંધણી કરાવી શકશે.ઓળખ કાર્ડ યાત્રાળુઓએ પોતાની સાથે કોઈપણ એક ફોટો ઓળખ કાર્ડ રાખવું અનિવાર્ય છે.જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સહયોગથી તૈયાર કરાયેલી આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ અને યાત્રાળુઓની સચોટ માહિતી મેળવવાનો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ નવી સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
