Skip to main content
Settings Settings for Dark

ગીરના સિંહો માટે નવી શોધ: પાલતુ પશુઓ નહીં, નીલગાય અને જંગલી ભૂંડ મુખ્ય ખોરાક

Live TV

X
  • ગાંધીનગર: સામાન્ય રીતે એવી માન્યતા છે કે જંગલની બહાર નીકળેલા સિંહો મુખ્યત્વે પાલતુ પશુઓનો શિકાર કરે છે, પરંતુ તાજેતરના એક સંશોધન અભ્યાસે આ ધારણાને ખોટી સાબિત કરી છે.

    'કન્ઝર્વેશન' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહો પોતાના કુલ શિકાર (બાયોમાસ)ના 70 ટકા જેટલો હિસ્સો વન્યજીવોમાંથી મેળવે છે.શિકારનું પ્રમાણ સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો નીલગાય અને જંગલી ભૂંડનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31 ટકા જેટલો જ છે.ખેડૂતોને ફાયદો નીલગાય અને જંગલી ભૂંડ પાકને મોટું નુકસાન પહોંચાડે છે. સિંહો દ્વારા આ પ્રાણીઓનો શિકાર થવાથી તેમની વસ્તી પર કુદરતી નિયંત્રણ રહે છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળે છે.સુરક્ષિત આશ્રયસ્થાન દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની ત્રણ મહત્વની 'સેટેલાઈટ વસ્તી' વિકસી છે, જ્યાં 100 થી વધુ સિંહો કુદરતી વાતાવરણમાં વસી રહ્યા છે.પશુઓનો શિકાર જે 31 ટકા પાલતુ પશુઓ સિંહોના શિકાર બને છે, તેમાં મોટાભાગે રખડતા, ત્યજી દેવાયેલા અથવા જંગલી બનેલા પશુઓનો સમાવેશ થાય છે.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પ્રોજેક્ટ લાયન' હેઠળ સિંહોના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો સફળ રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સિંહો માનવ વસ્તી વચ્ચે રહીને પણ કુદરતી ઇકોસિસ્ટમને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જે વિશ્વભર માટે એક આદર્શ મોડેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
apply