જાંબુઘોડાનું ધનપુરી ઇકો ટૂરિઝમ સેન્ટર પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યમાં આવેલું ‘ધનપુરી ઇકો ટૂરિઝમ સેન્ટર’ હાલ પ્રકૃતિપ્રેમીઓ માટે વીકએન્ડનું ઉત્તમ ડેસ્ટિનેશન બની ગયું છે.
અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોની નજીક હોવાથી અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.રહેવાની વ્યવસ્થા અહીં પ્રવાસીઓ માટે 8 એસી અને 8 નોન-એસી કોટેજ ઉપલબ્ધ છે.સગવડો કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ જેવી આધુનિક સુવિધાઓ અને સંપૂર્ણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે.જંગલ સફારી અને ટ્રેકિંગની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ દ્વારા પ્રવાસીઓને સમગ્ર વિસ્તારની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવે છે.નજીકના સ્થળો કડા ડેમ અને પૌરાણિક ઝંડ હનુમાન મંદિર જેવા આકર્ષણો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના માધ્યમથી ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રતનમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ પર્યટનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. વન વિભાગના સુઆયોજિત વ્યવસ્થાપનને કારણે ધનપુરી હવે ગુજરાતના અગ્રણી ઇકો-ટૂરિઝમ સ્થળોમાં સ્થાન પામી ચૂક્યું છે.
