Skip to main content
Settings Settings for Dark

ગિરનાર શિવરાત્રી કુંભ મેળાના ભવ્ય આયોજન માટે સરકારે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં તેમણે આ વિગતો આપી હતી.

    રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન , 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ દરમ્યાન , ગિરનાર શિવરાત્રી કુંભ મેળાના ભવ્ય આયોજન માટે , 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં , ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠકમાં , તેમણે આ વિગતો આપી હતી. આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે. ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી , સ્વચ્છતા ઝુંબેશ , કુંડ-નદી નાળાની સફાઈ , મેરેથોન દોડ , પર્વતારોહણ સ્પર્ધા , સ્પિરિચ્યુઅલ વૉકના નવા આકર્ષણો પણ , મેળામાં જોડવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢના આ મેળાને , પ્રયાગ રાજમાં યોજાતા કુંભ મેળા સમકક્ષ , મિની કુંભ મેળા તરીકે યોજવાની નેમ સાથે , ગુજરાતના અધિકારીઓની એક ટીમ , જાત માહિતી માટે ત્યાં મોકલી હતી. આ ટીમના સૂચનો ધ્યાનમાં લઇને , ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવા , વિજયભાઈ રૂપાણીએ આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આ મેળાના દિવસો દરમિયાન, ગિરનાર પર્વતની દિવાલ ઉપર ,, લેસર શૉ માં , ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply