Skip to main content
Settings Settings for Dark

રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનશે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિના કરાર સંપન્ન થયા હતા.

    રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં , નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં , એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા , અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિના કરાર સંપન્ન થયા હતા. નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં , ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેના ,, એરબસ એ 320 - 200 - બોઇંગ બી 737- 900 જેવાં વિમાનોની સુવિધા , રાજકોટ મહાનગર સહિત , સૌરાષ્ટ્રને મળી શકશે. આ સમજૂતિ કરાર મુજબ , રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ,, 3,040 મીટર લાંબા , અને 45 મીટર પહોળા રન-વે સાથે , નિર્માણ પામશે. આ સુચિત એરપોર્ટ ઉપર , સમાંતર બે ટેક્ષી-વે રહેશે. એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક,, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, અને હેન્ગર્સની સુવિધા પણ , ઉપલબ્ધ થવાની છે. સમગ્રતયા આ એરપોર્ટ , ૧,૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે. તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે હશે,, 250 એકરનો ગ્રીન ઝોન હશે, 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે , અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply