ગુજરાત વૈશ્વિક સ્તરે દેશ-વિદેશના પર્યટકોને આકર્ષી રહ્યું છે: રાજ્યપાલ
Live TV
-
રાજ્ય સરકારે પ્રવાસન સ્થળો અને પર્યટન વિકાસ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે.
ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પ્રોત્સાહિત એવોર્ડ વિતરણ સમારોહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું ,કે આજે ગુજરાત વૈશ્વિક સ્તરે દેશ-વિદેશના પર્યટકોને આકર્ષી રહ્યું છે. રાજ્ય સરકારે પ્રવાસન સ્થળો અને પર્યટન વિકાસ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, રણોત્સવ, પોળોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, ઉતરાર્ધ મહોત્સવ જેવા કાર્યક્રમોમાં દેશ-વિદેશમાં વસતા પર્યટકો આવે છે. રાજ્યપાલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, પ્રવાસન ક્ષેત્રે ,ટૂર ઓર્ગેનાઇઝર્સને ,પ્રશંસનીય કામગીરી માટે ,એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
