ગિરનાર શિવ કુંભમેળામાં 250થી વધુ શિવમુદ્રા દર્શાવતા ચિત્રોનું પ્રદર્શન
Live TV
-
જૂનાગઢ ખાતે યોજાયેલ મીની કુંભ મેળા દરમિયાન ઇન્દ્રભારતી આશ્રમમાં, અમદાવાદના ચિત્રકાર હસમુખ પટેલ દ્વારા 250 થી વધારે શિવલીલા દર્શાવતા ચિત્રોની પ્રદર્શની યોજવામાં આવી છે. શિવ ભક્ત હસમુખભાઈએ ભગવાન શિવ પરની શ્રદ્ધા અને આસ્થાને પોતાના ચિત્રમાં કંડારવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે પોતાના ચિત્રોમાં શિવને અલગ અલગ મુદ્રામાં દર્શાવ્યા છે. જો કે હસમુખભાઈ આ ચિત્રોનો વ્યાવસાયિક હેતુથી ઉપયોગ કરતા નથી. તેઓ તો માત્ર પોતાની શિવ ભક્તિ અને પ્રેમાર્થે આ કાર્ય કરે છે. તેઓ ભવિષ્યમાં એક એવી ગેલેરી બનાવવા માંગે છે, જ્યાં માત્ર શિવભક્તિના રંગે રંગાયેલા ચિત્રોનું પ્રદર્શન કરી શકાય.
