Skip to main content
Settings Settings for Dark

મોઢ મોદી સમાજના મહાસંમેલનમાં અમિત શાહે આપી હાજરી 

Live TV

X
  • સુરત ખાતે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ દ્વારા રાષ્ટ્રીય મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા સંમેલનમાં , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સભાને સંબોધતા, અમિત શાહે જણાવ્યું હતું  કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના વેપારીઓ, ગરીબો અને પછાત વર્ગના લોકોના ઉદ્ધાર માટે  કામ કરી રહ્યા છે. 

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. આ પ્રસંગે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના અધ્યક્ષ , સોમાભાઇ મોદી ઉપરાંત , દેશના 20 રાજ્યોમાંથી આવેલા સમાજ અગ્રણીઓ, હોદ્દેદારો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply