ગીરસોમનાથમાં વહેલી સવારથી વરસાદનું આગમન
Live TV
-
તાલાળા, કોડીનાર અને ગીર ગઢડાના ગ્રામ્ય પંથકોમા ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પસરી.
ગીર સોમનાથમાં વહેલી સવારથી મેઘ રાજા મહેરબાન થઇ હતી. વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળો છવાયા અને ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું હતું. તાલાળા, કોડીનાર અને ગીર ગઢડાના ગ્રામ્ય પંથકોમા ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પસરી હતી. કોડીનારના કડોદરા પીપળવા દેવળી, છારા સહિત શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદિ ઝાપટા પડયા હતા. તો ગીર-ગઢડાના હરમડિયા, એભલવડ, પીંછવી, પીછવા સહિત ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તાલાળા શહેર અને ગ્રામ્ય પંથકોમા પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ઠંડકમય બન્યું.
