રાજપીપળા નગરપાલિકામાં ભાજપની સત્તા
Live TV
-
જીગીષાબહેન ભટ્ટ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સપનાબહેન વસાવા ચૂંટાયા.
રાજપીપળા નગરપાલિકા નાટકીંય વળાંક પછી ભાજપે સત્તા જાળવી રાખી છે. ભાજપના જીગીષાબહેન ભટ્ટ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સપનાબહેન વસાવા ચૂંટાઈ આવ્યા છે. ભાજપના ચાર સભ્યો ભાજપમાંથી છેડો ફાડવાના મૂડમાં હતા, જેથી ભાજપના સત્તા જવાના એંધાણ હતા. જોકે આ ચાર સભ્યોના રાજીનામા મંજૂર થઈ જતા ભાજપ સત્તા જાળવી રાખવા સફળ રહ્યું છે. ભાજપે એક અપક્ષના ટેકાથી 13 વિરૂધ્ધ, 11 મતોથી સત્તા મેળવી હતી. મતદાન પહેલાં ભાજપના ચાર અસંતુષ્ટ સભ્યોને ગેટ પર અટકાવતા સામ સામે દલીલો થઈ હતી. ભાજપના અસંતુષ્ટ સભ્યો હવે હાઈકોર્ટમાં જવાની પેરવી કરી રહ્યા છે.
