મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 157મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ
Live TV
-
મુખ્યમંત્રીએ રાષ્ટ્રિયકૃત બેંકોને જરૂરિયાત મંદ લોકોને આર્થિક ટેકો આપવા આહવાન કર્યું.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 157મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીએ રાષ્ટ્રિયકૃત બેંકોને જરૂરિયાત મંદ લોકોને આર્થિક ટેકો આપવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધોનમાં કહ્યું ,કે છેવાડાના માનવી, ગ્રામિણ, કૃષિ , યુવા વર્ગો અને જરૂરિયાતમંદ લોકોના વિકાસ માટે આર્થિક સપોર્ટ પુરો પાડવાનું સામાજિક ઉત્તરદાયિત્વ રાષ્ટ્રિયકૃત બેંકોએ નિભાવું જોઈએ. પ્રધાનમંત્રીના 2022 સુધીમાં તમામ લોકોને આવાસ પુરા પાડવાના વચન માટે બેંકોએ અગ્રેસીવ થઈને સપોર્ટ કરવો પડશે. સાથે મુખ્યમંત્રીએ કહ્યું ,કે સમાજ, રાષ્ટ્ર કે રાજ્યના સામાન્ય નાગરિકની વિકાસની ફળ પ્રાપ્તિની ઝંખના આર્થિક ઉન્નતિ અને સક્ષમતાથી જ સાકાર થઈ શકે છે. સમગ્ર વિશ્વમાં આજે આર્થિક પ્રગતિની લડાઈ છે. ત્યારે બેંકોએ આર્થિક સંસ્થા તરીકે પોતાની મહત્વની ભૂમિકા નિભાવવી પડશે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ બેંકો સાથે કનેક્ટ થવા અહવાન કર્યું હતું.
