Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

Live TV

X
  • ગીર સોમનાથઃ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

    આગામી તા.17 સપ્ટે. થી 2 ઓકટો. સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થનાર છે. જે સંદર્ભે સ્વચ્છતા માત્ર કાગળ પર ન રહે અને તે માટે કડક અમલવારી થાય તે માટે વેરાવળની GIDC માં આવેલ ફિશ કંપનીના સંચાલકો, ખાનગી એકમોના પ્રતિનિધિઓ, હોટલ એસો.ના હોદ્દેદારો સાથે એક મહત્વની બેઠક યોજાઇ.

    વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વની બેઠક યોજાઇ. જેમાં પ્રધાનમંત્રી આહવાન અને મુખ્યમંત્રીના અનુરોધને ધ્યાને લઇને જિલ્લામાં માત્ર પખવાડિયા પૂરતું નહિ પરંતુ કાયમી સ્વચ્છતા રહે તે માટે હોટલ સંચાલકો, GIDC ફિશ કંપનીના સંચાલકો, ખાનગી એકમો સાથે ચર્ચાઓ કરવામાં આવી. આ તકે GPCB અને પાલિકા ચીફ ઓફિસર સહિતના તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા અને કાયમી મચ્છીની દુર્ગંધ તેમજ વેસ્ટ પાણીનો નિકાલ જે ખાડીમાં કરવામાં આવે છે તે અંગે સૂચનો કરવામાં આવ્યા તેમજ દાખલારૂપ કામગીરી થાય તે માટે સૂચનો પણ કરવામાં આવ્યા. આ સિવાય ઘણા એકમો પોતાના પ્લાન્ટ કે કંપનીને હાલમાં પણ સુદ્રઢ અને સ્વચ્છ રીતે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ચલાવે છે તેમને બિરદાવવામાં પણ આવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply