Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથના ખેડૂતનો નવતર પ્રયોગ, ઓછા ખર્ચે વધુ કમાણી માટે શરૂ કરી ડ્રેગન ફૂટની ખેતી

Live TV

X
  • ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં પીપળી ગામનાં એક ખેડૂતે વિદેશી ફ્રૂટની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે રાહબર બન્યા. ખેડૂતે ઉગાડ્યા વિદેશી ફ્રૂટ. એક કિલોનો ભાવ છે 100 થી 250 રૂપિયા. ડ્રેગન ફ્રૂટ હવે મળશે ગીરમાં. વિદેશી ફ્રૂટનું ઉત્પાદન કરી ગીરનાં ખેડૂતો કમાઈ શકે છે સારૂ એવું હૂંડિયામણ.

    કોડીનાર તાલુકાનાં પીપળી ગામનાં એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં કાંઈક નવું તેમજ અલગ કરી મૂડી રળવાનું વિચાર્યું. રૂટિન પાકોમાં માવજત વધી જતી હતી.ખર્ચ પણ વધતો..જ્યારે વળતર ઓછું મળવા લાગતા આ ખેડૂતે યુ-ટ્યુબનો સહારો લઈ. ખેતી સંદર્ભે વિવિધ વિડિઓ જોવા લાગ્યા.એક વખત તેઓને ડ્રેગન ફ્રૂટ નો વિડિઓ જોવામાં આવ્યો.

    વિડીઓનો વારંવાર અભ્યાસ કરી સમજી અને તેઓએ પોતાનાં ખેતરમાં આ થાઇલેન્ડનું ફળ ઉગાડવાનું નક્કી કર્યું. પોતાની એક હેકટર જમીન આ માટે તૈયાર કરી.રૂપિયા છ લાખનો ખર્ચ કરી હજ્જારો રોપ વાવ્યા.આજે આ રોપ 18 મહિનાનાં થયા છે.અને તેમાં ફળ પણ આવવા લાગ્યા છે.આગામી દિવસોમાં 2.5 ટન જેટલા ફળોનું ઉત્પાદન થશે. લાખ્ખો રૂપિયાની આવક થશે.જેની સામે ખર્ચની લાગત મામુલી ગણી શકાય.ડ્રેગન ફ્રૂટની ખેતીમાં માત્ર એક વખત જ રોકાણ કરવું પડે છે.માત્ર પાણીનુંજ ધ્યાન રાખવાનું..કોઈ જ દવા...ખાતર કે અન્ય મજૂરી ખર્ચ કાઈજ લાગતો નથી. 21 થી વર્ષ સુધી આ છોડ ફળનું ઉત્પાદન આપતોજ રહે છે.

    ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથનાં પ્રગતિશીલ ખેડૂતે 1 હેકટર જમીનમાં માત્ર 6 લાખ રૂપિયાના ખર્ચે વિદેશી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું.જોકે હાલ તેઓએ પ્રયોગ જ કર્યો હતો. સોશ્યિલ મીડિયાનો સહારો લઈ યુ-ટ્યુબ મારફત વિડિઓ જોઈ સમજી મજબૂત સિમેન્ટના પોલ લગાવી હજ્જારો છોડ ડ્રેગન ફ્રૂટનાં વાવ્યા. જેમાં તેઓને જબરદસ્ત સફળતા મળી.

    માત્ર દોઢ વર્ષમાં ફળો આવવાનું શરૂ થયું.આ ડ્રેગન ફ્રૂટ સ્થાનિક બજારમાં પણ ગયા.લોકોમાં કુતુહલ સાથે આકર્ષણ પણ વધતા કેટલાક સ્થાનિક જિજ્ઞાશુઓ કોડીનાર તાલુકાનાં પીપળી ગામે આવેલાં આ ડ્રેગન ફ્રૂટનાં ખેતરને જોવા પણ ગયા. પ્રગતિ શીલ ખેડૂત તરફથી સારો આવકાર પણ મળ્યો અને પાકેલા તાજા ડ્રેગન ફ્રૂટ પણ ખવરાવ્યાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply