Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની વધુ એક સિદ્ધિ, દેશભરમાં રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશા દર્શનમાં MSME સેક્ટરમાં ઉઠાવેલા વિવિધ પગલાને કારણે બેરોજગારી દર 4.5 ટકાથી ઘટી 3.4 ટકા થયો.

    ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. શહેરી ક્ષેત્રમાં ૧પ થી પ૯ વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

    વિશેષ ઉલ્લેખનીય એ છે કે, ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે. આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત ૪.પ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્યમાં MSME સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ગત વર્ષના ૪.પ ટકાથી પણ ઘટીને ૩.૪ ટકા થઇ ગયો છે જે ગુજરાતની એક વિશિષ્ટ સિદ્ધિ છે.

    ગુજરાતની તૂલનાએ અન્ય મોટા રાજ્યોમાં કર્ણાટક પ.૩, મહારાષ્ટ્ર ૬.૬, તમિલનાડુ ૭.ર, આંધ્રપ્રદેશ ૭.૮, હરિયાણા ૯ અને કેરળ ૧૧ તેમજ તેલંગાણા ૧૧.પ ટકાનો બેરોજગારી દર ધરાવે છે. આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશનની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply