Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓ માટે રૂ.64 કરોડના ખર્ચે બનશે સરકારી આવાસ

Live TV

X
  • સુવિધાવાળા સરકારી આવાસો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ગાંધીનગર સેક્ટર-30 ખાતે સરકારી કર્મચારીઓ માટે રૂપિયા ૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત 'વીર સાવરકરનગર'નું કર્યુ લોકાર્પણ

    નાયબ મુખ્યમંત્રી , અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે, કે રાજ્ય સરકારમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓને , અત્યાધુનિક સુવિધા સાથેના સરકારી આવાસો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

    ગાંધીનગરના સેક્ટર 30 ખાતે માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ. ૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત, બી-કેટેગરીના સરકારી આવાસોના 'વીર સાવરકર નગર'નું , નાયબ મુખ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું, કે રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓને સુંદર સુવિધાવાળા સરકારી આવાસો પુરા પાડવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે.

    રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૮૦૮ કરોડના ખર્ચે, ૩,૦૪૧ ક્વાર્ટસ પૂર્ણ કરી કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જયારે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે ૧,૫૬૮ ક્વાર્ટસના કામો પ્રગતિ હેઠળ છે. જેના ભાગરૂપે આજે , આ આવાસોનું લોકાર્પણ કરાયું છે. તેમણે કહ્યું હતું કે રૂપિયા ૬૪ કરોડના ખર્ચે નિર્મિત આ 'વીર સાવરકર નગર'માં ૧૨ બ્લોકમાં સાત માળમાં, ૩૩૬ યુનિટનું નિર્માણ કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply