સાબરકાંઠામાં કેસ વધતા 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
Live TV
-
સાબરકાંઠા જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં મોટા મોટા શહેરોની સાથે નાના શહેરો અને ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાબરકાંઠામાં સતત બારમા દિવસે પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
પ્રાંતિજ શહેરમાં એક તેમજ હિંમતનગર શહેરમાં બે કોરોના પોઝિટિવ નોધાયા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝેટીવની સંખ્યા ૧૩૦ ને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ આજે ત્રણ કોરોના પોઝિટીવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
કોરોના પોઝિટીવની સંખ્યા વધતા ચારથી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખેડૂતો અને સરકારી કર્મચારીઓને છૂટ આપવામાં આવી છે. આગામી 2 જુલાઈ સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે. સભા તેમજ સરઘસ ઉપર પણ પ્રતિબંધ રહેશે.
