Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર આરોગ્યની ટીમે ગોતા-ઘાટલોડિયાના કન્ટેઇન્મેટન્ટ ઝોનની લીધી મુલાકાત

Live TV

X
  • સ્થિતિનો તાગ મેળવીને કોવિડ-19 સામે અસરકારક અને સુવિધાને સુદ્રઢ કરવા માટે કેન્દ્રિય ટીમ આપશે માર્ગદર્શન

    ગુજરાત સહિત દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસની સંખ્યાના પગલે અને સંક્રમણના નિયંત્રણ માટે , કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક ટીમ, આજથી ગુજરાત, મહારાષ્ટ્ર, અને તેલંગાણાની 4 દિવસની મુલાકાતે છે. આ ટીમ રાજ્ય સરકારોએ કોવિડ-19 ને લઈને કરેલી વ્યવસ્થા અને પ્રયાસોને સુદ્રઢ કરશે.

    આ ટીમનું નેતૃત્વ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ કરી રહ્યા છે. જે અનુસંધાને આજે અમદવાદની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, અને તેમની ટીમના સભ્યોએ , ગોતાના વસંતનગર ટાઉનશીપ કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી.

    ત્યાર બાદ ટીમે ઘાટલોડિયામાં કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ટીમના સભ્યોએ કઠવાડા ખાતે આવેલ 108 સેન્ટરની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માહિતી મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply