અમદાવાદ ATSને મળી સફળતા, સુરતના વેસુ ખાતેથી સીરિયલ કિલર ઝડપાયો
Live TV
-
અમદાવાદ એટીએસને એક ખુંખાર સીરીયલ કિલરને પકડવામાં મહત્વની સફળતા મળી છે.
આ આરોપી અસ્લમ ઉર્ફે અમન અબ્દુલ કરીમભાઇ શેખ, બાલાસિનોરનો રહેવાસી છે. તેણે 2008 થી 2011ની વચ્ચે પાંચ જેટલાં મર્ડર કરેલ છે.
તેને અમદાવાદ એટીએસની ટીમે સુરતના વેસુ ખાતેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નીકલ સર્વેલન્સની મદદથી ઝડપી પાડ્યો છે. આ આરોપીની મર્ડર કરવાની રીત ખુબ વિચિત્ર જોવા મળી છે. તે માત્ર ટ્રેક્ટર ચલાવનાર અને તેની સાથે ઉપસ્થિત ક્લીનરને જ ટાર્ગેટ કરતો હતો. આ આરોપી છેલ્લા 9 વર્ષથી નાસતો ફરતો હતો.
