Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથમાં કેરીના બોક્સમાં છુપાવીને થતી દારૂની હેરાફેરી પોલીસે ઝડપી

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આવેલા ઉના બાયપાસ પાસેથી દીવથી સુત્રાપાડા જતી એકતા ટ્રાવેલ્સ નામની ખાનગી બસને કોડીનાર પોલીસે રોકી તપાસ કરતા બિયરના 60 જેટલા ટીન સાથે એક મહિલાની ધરપકડ કરી હતી.

    આ બસ દીવથી સુત્રાપાડા જતી હતી ત્યારે કોડીનાર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી બાયપાસ નજીક આ બસ પહોંચતા અટકાવવામાં આવી હતી. બસમાં બેસેલા તમામ મુસાફરોના સામાનની સઘન તલાશી લેવામાં આવી હતી. જેમાં કાઈજ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. બસની ઉપર રહેલા કેરીના 2 બોક્સ નીચે ઉતારી ચકાસણી કરવામાં આવતા અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. કોડીનાર પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આ બોક્ષ ની માલિક મહિલાની અટકાયત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply