ગીર સોમનાથ: કોડીનારની રાજદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ શહેરના રાજમાર્ગો પર યોજી પરેડ
Live TV
-
ગીર સોમનાથ: કોડીનારની રાજદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ શહેરના રાજમાર્ગો પર યોજી પરેડ
ગીર સોમનાથના કોડીનારની રાજદીપ સ્કૂલના 600 જેટલા વિદ્યાર્થીઓએ આજે વહેલી સવારે વિશાળ રેલી અને સ્કૂલ બેન્ડ તેમજ વિવિધ ફ્લોટ્સ સાથે શહેરના રાજમાર્ગો પર પરેડ યોજી હતી. અયોધ્યામાં ભવ્ય રામમંદિરની 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની એમ બેવડી ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. દરેક ચોક મોહલ્લા અને શેરીઓમાં સ્વચ્છતા પ્રત્યેની લોકોમાં જાગૃતતા આવે તે માટે ગરબા રમી સ્કૂલ બેન્ડ વડે પરેડ યોજાઈ હતી.
