સુરતઃ જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક પર્વની કામરેજ ખાતે કરાઈ ઉજવણી
Live TV
-
સુરતઃ જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક પર્વની કામરેજ ખાતે કરાઈ ઉજવણી
સુરત જિલ્લાની જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ ખાતે કરવામાં આવી હતી. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આજના દિવસે વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી. હર્ષ સંઘવીએ આ અવસરે કહ્યું હતું કે, હજારો ક્રાંતિવીરો, સત્યાગ્રહીઓના ત્યાગ અને બલિદાનને પરિણામે આપણે સ્વતંત્ર ભારતનો ભાગ બની આ ગૌરવદિનની ઉજવણી કરી રહ્યા છીએ.
