Skip to main content
Settings Settings for Dark

ગુજરાતઃ 24 કલાકમાં 236 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, સાગબારામાં સૌથી વધુ વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. આ સાથે ઘણા જિલ્લાઓમાં કરા પણ પડ્યા હતા. જેમાં નર્મદા જિલ્લાના સાગબારામાં સૌથી વધુ પોણા 6 ઈંચ વરસાદ પડ્યો હતો.

    અન્ય તાલુકાની વાત કરીએ તો, સુરત શહેરમાં 5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા 5 ઈંચ, સુરતના માંડવી અને સુરેન્દ્રનગરના ચુડામાં 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. 

    આમ કુલ, 2 તાલુકામાં 4 ઈંચ, 4 તાલુકામાં 3 ઈંચથી વધુ, 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. 

    વીજળી પડતા રાજ્યમાં અનેક લોકો અને પશુઓના મોત નીપજ્યા હોવાનું મનાય છે. કમોસમી વરસાદથી રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કપાસ, એરંડા, જીરૂ સહિતના શિયાળુ પાકમાં આ માવઠાથી ભારે નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply