Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિનનો : 2025ની ગણતરીમાં 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ

Live TV

X
  • ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોના પરિણામે ગુજરાતમાં જળચર-વન્ય જીવ સંરક્ષણ ક્ષેત્રે મોટી સફળતા મળી છે.

    વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. આ સર્વગ્રાહી પ્રયાસોને કારણે ગુજરાત હવે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વન્યજીવ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.ક્યાં કેટલી ડોલ્ફિન જોવા મળી?ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) ડોલ્ફિનનું મુખ્ય ઘર બન્યો છે.

    વિસ્તાર મુજબ ડોલ્ફિનની સંખ્યા નીચે મુજબ છે:દરિયાઈ વિસ્તારવિસ્તાર (ચો.કિ.મી.)ડોલ્ફિનની સંખ્યામરીન નેશનલ પાર્ક (ઓખાથી નવલખી)૧,૩૮૪૪૯૮કચ્છ વર્તુળ (ઉત્તર ભાગ)૧,૮૨૧૧૬૮ભાવનગર દરિયાઈ વિસ્તાર 4910 મોરબી દરિયાઈ વિસ્તાર૩૮૮૦૪ડોલ્ફિન દર્શન માટેના ‘બેસ્ટ સ્પોટ’:ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન જોવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ છે.ઇકોસિસ્ટમ માટે મહત્વ અને કાયદાકીય રક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડોલ્ફિન સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યમાં સ્થાનિક માછીમારોનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું છે. ડોલ્ફિન એ લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી તેનો શિકાર કરવો કે નુકસાન પહોંચાડવું એ બિન-જામિનપાત્ર ગુનો છે.ગુજરાતની ડોલ્ફિનની મુખ્ય વિશેષતાઓમુખ્ય પ્રજાતિઓ: ગુજરાતમાં મુખ્યત્વે ‘ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન’ અને ‘બોટલનોઝ ડોલ્ફિન’ જોવા મળે છે.શારીરિક રચના: હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 3.2 મીટર લાંબી અને 150થી 250 કિલોગ્રામ વજન ધરાવતી હોય છે.

    તેઓ માછલીની જેમ ચૂઇ ધરાવતી નથી, પરંતુ સસ્તન પ્રાણી હોવાથી ફેફસાં દ્વારા શ્વાસ લે છે. આથી દર થોડી મિનિટે સપાટી પર માથું બહાર કાઢે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.જાણવા જેવું: ભારત સરકારે 5 ઓક્ટોબર, 2009ના રોજ ‘ગંગા ડોલ્ફિન’ને ભારતનું ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ જાહેર કર્યું છે, જે ગંગા નદીની શુદ્ધતાનું પ્રતીક છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply