ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Live TV
-
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાઘવા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના કમિશનર સુનીલ, નાયબ વન સંરક્ષક વાય .એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયબેન જરુ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
