રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત દેશભરના રાજકીય નેતાઓએ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમનો ૬૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત દેશભરના રાજકીય નેતાઓએ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાતના નેતાઓના પ્રેરણાદાયી સંદેશા
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ લખ્યું કે, "એક સામાન્ય અને પછાત પૃષ્ઠભૂમિમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચવાની આપની જીવનયાત્રા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેનું આપનું સમર્પણ કરોડો ભારતીયો, ખાસ કરીને આદિવાસી સમાજ અને નારી શક્તિ માટે પ્રેરણારૂપ છે." મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીને રાષ્ટ્રપતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: તેમણે રાષ્ટ્રપતિની જનસેવા અને અડગતાની પ્રશંસા કરતા જણાવ્યું કે, "નમ્રતા, સ્થિતિસ્થાપકતા અને સમર્પિત જાહેર સેવા દ્વારા વ્યાખ્યાયિત આપની પ્રેરણાદાયી સફર દેશભરના લાખો લોકોને પ્રેરણા આપતી રહે છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ પ્રદાન કરે."
ઓડિશામાં 47,600 કરોડના વિકાસ કાર્યોની ભેટ
રાષ્ટ્રપતિ મુર્મુનો જન્મદિવસ તેમના વતન રાજ્ય ઓડિશા માટે પણ ઐતિહાસિક બન્યો છે. તેઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દુર્લભ સંયુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઓડિશાને રૂપિયા 47,600 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સ માળખાકીય સુવિધાઓ સહિત અનેક ક્ષેત્રોના વિકાસને નવી ગતિ આપશે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ આ અઠવાડિયે મધ્ય પ્રદેશની સત્તાવાર મુલાકાતે પણ હતા, જ્યાં તેમણે 'આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ'ના કાર્યક્રમોમાં ભાગ લઈ 'રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન'ના મહત્વ પર ભાર મૂક્યો હતો.
25 જુલાઈ, 2022૨ના રોજ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનાર દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારા પ્રથમ આદિવાસી વ્યક્તિ અને ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમજ ઓડિશામાં મંત્રી અને ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. ઓડિશાના એક નાના આદિવાસી ગામથી રાષ્ટ્રપતિ ભવન સુધીની તેમની સફર સમગ્ર દેશ માટે ગૌરવરૂપ છે.
-
