ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ, PMએ પાઠવી શુભકામના
Live TV
-
જન્મદિવસે મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો આજે 64મો જન્મ દિવસ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના જન્મ દિવસની ઉજવણી તેમના હોમટાઉન રાજકોટમાં કરવામાં આવશે. આ પ્રસંગે ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. 22,995 વૃક્ષોનું જતન કરવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં કુલ 2 લાખ વૃક્ષારોપણનો ટાર્ગેટ પૂરો થશે. આ ઉપરાંત રાજકોટનાં આજી ડેમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનું ખાત મૂહર્ત કરવામાં આવશે. રાજકોટમાં તંદુરસ્ત ઇકોસિસ્ટમની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રી પોતાના જન્મ દિવસના દિવસે આખા દિવસ દરમિયાન સાતથી વધારે કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વિકાસ માટે સમર્પિત ભાવે નેતૃત્વ પુરુ પાડી રહેલા અને રાજ્યની વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય પ્રદાન બદલ મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીના સ્વસ્થ-તંદુરસ્ત જીવન માટે મંગલ કામનાઓ પાઠવી છે.
