Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59 ટકાથી વધુ

Live TV

X
  • ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. 03 મે 2026 ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59.75 ટકા એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 9.04 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 12.18 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33 ટકાથી વધુ એટલે કે 2.41 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં 59.52 ટકા એટલે કે, 49,338 MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ MCFT એટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

    જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. 3 મે, 2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05  ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ MCFT થી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ MCFT એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply