ગુજરાત બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
Live TV
-
આજે રાજયમાં ધોરણ 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે. સાયન્સ પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે.જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પરિણામમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે દાહોદ છેલ્લા ક્રમે છે.તેમજ કેન્દ્ર મુજબ બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે.તો સામાન્ય પ્રવાહની વાત કરીએ તોઅમદાવાદ શહેરનું સૌથી ઓછું પરિણામ છે અને 97. 88 ટકા સાથે ડાંગ- આહવા સૌથી ઉપર છે.
