Skip to main content
Settings Settings for Dark

દ્વારકા: પ્રાચીન કકલાસ કુંડ ખાતે રાંદલ માતાજીને 'આંબા મનોરથ'નો અન્નકૂટ ધરાવાયો

Live TV

X
  • યાત્રાધામ દ્વારકાના અતિ પ્રાચીન એવા કકલાસ કુંડ ખાતે બિરાજમાન  રાંદલ માતાજીના મંદિરમાં સ્થાનિક ભક્તો દ્વારા ભવ્ય 'આંબા મનોરથ' અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

    શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.સવારથી જ સ્થાનિક ભક્તોએ પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર આંબા (કેરી) લાવી માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા, જેનો મનોહર અન્નકૂટ રચવામાં આવ્યો હતો.સાંજના સમયે રાંદલ માતાજી તેમજ સૂર્ય નારાયણ દેવની ભવ્ય મહા આરતી ઢોલ-નગારાના ગુંજારવ સાથે યોજાઈ હતી.દર્શનનો લાભ લીધા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને આંબા મનોરથનો પવિત્ર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ ધાર્મિક ઉત્સવથી સમગ્ર કકલાસ કુંડ વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાયો હતો અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply