ગુજરાતની અન્ડર-19 ની ક્રિકેટ ટીમ હરિયાણા ખાતે રમવા જશે
Live TV
-
નેશનલ સ્કૂલ ગેમ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ સ્કૂલો માંથી લગભગ 3 મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ અંતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી 16 ખેલાડીઓનું ચયન કરવામાં આવ્યું હતુ.
હાલ છેલ્લા 15 દિવસથી પોરબંદર ખાતે દિલીપ ક્રિકેટ સ્કૂલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ કોચ મહિપાલસિંહ જેઠવા અને મેનેજર સંદીપ ચૌહાણ દ્વારા પ્લેયરને આકરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને SGFI U 19 ક્રિકેટ ટીમ ગુજરાતની પસંદગી કરવામા આવી છે. આ ટીમ આગામી તારીખ 2 ડિસેમ્બર થી ટીમ હરિયાણાના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે, ત્યારે ટીમ ગુજરાતને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુભ કામનાઓ પાઠવી છે. આ ટીમના કોચ તરીકે મહિપાલસિંહ જેઠવા મેનેજર તરીકે સંદીપ ચૌહાણ જોડાશે.
