ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે
Live TV
-
12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, નોમિનેશનનો છેલ્લો દિવસ 19 એપ્રિલ રહેશે
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેમજ તે જ દિવસે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નોમિનેશનનો છેલ્લો દિવસ 19 એપ્રિલ રહેશે. જ્યારે ઉમેદવારો 22મી એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર થશે. તેમજ રાજ્યમાં 50,677 મતદાન મથકો પર મતદાન થશે.
