ગુજરાતનું પોતાનું વેન્ટીલેટર ધમણ - 1 લોંચ કરાયુ
Live TV
-
ગુજરાતે મેક ઈન ઈન્ડિયાના ખ્યાલને સાકાર કર્યું
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની સારવારમાં , ગુજરાત પથદર્શક બન્યું છે. વેન્ટીલેટર્સની વિપુલ માંગ વચ્ચે , ગુજરાતે મેક ઈન ઈન્ડિયાના ખ્યાલને , સાકાર કર્યું છે. રાજકોટની એક ખાનગી કંપનીએ , એક લાખથી ઓછી કિંમતમાં , વેન્ટીલેટર ધમણ-1 નું , માત્ર 10 દિવસમાં નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે , અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે , ધમણ-1 વેન્ટીલેટરનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું , કે ઔદ્યોગીક ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે , કોરોનાની વૈશ્વિક મહામારીથી વિશ્વને બચાવવા , આ સસ્તા વેન્ટીલેટરના ઉત્પાદનથી , નવી દિશા ચીંધી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ , અસારવા સિવિલમાં , ૧૨૦૦ બેડની તૈયાર કરાયેલી હોસ્પિટલની મુલાકાત લઇ, હોસ્પિટલમાં મુકવામાં આવેલા જરૂરી સાધનો , તબીબી સુવિધા અંગે , સમીક્ષા કરી હતી. Return to index of stories...
