ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાત
Live TV
-
ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટેની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવાયો
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે , ગઈકાલે ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતુ , કે નર્મદા કેનાલ દ્વારા , રાજ્યના વિવિધ વિસ્તારોમાં , ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે , તે માટેની સમય મર્યાદા વધારવાનો , નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા , તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૦થી પાંચમી એપ્રિલ સુધી , નર્મદા કેનાલ મારફતે , સિંચાઇનું પાણી આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ હાલ લૉકડાઉનની સ્થિતિને કારણે, પશુ પાલકોને પશુઓ માટે ઘાસ ચારાની વ્યવસ્થાનો અભાવ થવાની શક્યતા છે. જેથી ખેડ઼ૂતો ઘાસચારો ઉગાડી શકે , તે માટે હવે આગામી ૧૫મી એપ્રિલ સુધી , પાણીનો પુરવઠો યથાવત રાખવાનો , સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ, રાજ્યના લાખો ખેડૂતોને મળશે.
