Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનું 2047 સુધીમાં ભારતના સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગમાં 40% યોગદાન આપવાનું લક્ષ્ય

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે, ગુજરાત સરકાર સતત અનેક પ્રતિનિધિમંડળની મુલાકાતો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરી રહી છે. આ મુલાકાતો દ્વારા, પ્રતિનિધિમંડળો વન-ટુ-વન મિટીંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને સેમિનાર મારફતે વિવિધ ક્ષેત્રોની 1000 થી વધુ કંપનીઓ સાથે જોડાઇ શક્યા છે.

    ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસ યાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના વિઝનને શેર કરવાની અને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે તેમને આમંત્રિત કરવાની અનન્ય તક પૂરી પાડી છે. આ મુલાકાતોએ વિવિધ ક્ષેત્રોમાં સંભવિત સહયોગ અને રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ચર્ચામાં જોડાવા અગ્રણી કંપનીઓના મેનેજમેન્ટ હેડને એક અનોખી તક પૂરી પાડી હતી.

    VGGS 2024 રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતોમાંથી કેમિકલ સેક્ટર માટેની મુખ્ય વાતો:

    ગુજરાત હાલમાં રસાયણોના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 35% યોગદાન આપે છે, જે ગુજરાતને ભારતમાં રસાયણોના ઉત્પાદનમાં અગ્રેસર બનાવે છે. ગુજરાતમાંથી રસાયણોને યુએસએ, ચીન, બ્રાઝિલ, યુએઈ, જર્મની, ઇન્ડોનેશિયા, યુકે, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બેલ્જિયમ જેવા ટોચના નિકાસ સ્થળો સહિત 168થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

    ઈનઓર્ગેનિક કેમિકલ્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક, રબર, માનવસર્જિત ફિલામેન્ટ, માનવસર્જિત ફાઈબર્સ વગેરે જેવા વિવિધ પેટા ક્ષેત્રોમાં ભારતમાંથી રાસાયણિક ઉત્પાદનો અને પેટ્રોકેમિકલની નિકાસમાં પણ રાજ્ય રાષ્ટ્રીય રસાયણોમાં 41% યોગદાન સાથે પ્રથમ ક્રમે છે.

    વિવિધ ઉદ્યોગોમાં સ્પેશિયાલિટી કેમિકલની વધતી માંગ સાથે, ગુજરાત આ તકનો લાભ લેવા અને સ્પેશિયાલિટી કેમિકલના હબ તરીકે સ્થાપિત થવા માટે તૈયાર છે. ગુજરાત આયાત અવેજીકરણ ઘટાડવા અને હાલના રાસાયણિક ઉત્પાદનમાં વેલ્યૂ એડિશન કરવા તેમજ સ્પેશિયાલિટી કેમિકલ બજારની માંગને પહોંચી વળવા માટે ભારતમાં અગ્રણી રાજ્ય બનવાનું પણ લક્ષ્ય ધરાવે છે. ગુજરાત હાલમાં ભારતના સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગમાં 14% યોગદાન આપે છે અને 2047 સુધીમાં 40% સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્યમાં સુવિકસિત કેમિકલ સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ વર્કફોર્સ તેમજ સરકારી સહયોગ, સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટ્સ અને તેને સંલગ્ન ઉત્પાદનોમાં રોકાણ આકર્ષવામાં મદદ કરી શકે છે.

    આ લક્ષ્ય હાંસલ કરવા માટે, આ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોડ શો દરમિયાન તેમજ પ્રતિનિધિમંડળની મુલાકાતો દરમિયાન, ગુજરાત સરકારે અગ્રણી વૈશ્વિક અને રાષ્ટ્રીય કેમિકલ ક્ષેત્રની કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આ ચર્ચાઓમાં જર્મની, ઈટાલી, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, લખનઉ, ચંદીગઢ સ્થિત ભારતીય કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દર્શાવ્યો છે. જેમાં કોટિંગ્સ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન કેમિસ્ટ્રી, બાયોટેક્નોલોજી, પેઇન્ટ્સ, કન્ઝ્યુમર કેર, સોડા એશ વગેરે જેવા વિવિધ પેટા ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. 

    આ ઉપરાંત, ફોલો-અપ ડિસ્કશનમાં 10થી વધુ કંપનીઓ સાથે મુલાકાત કરવામાં આવી જેથી આ રોકાણ પ્રક્રિયાઓને વહેલામાં વહેલી તકે આગળ લઈ જઈ શકાય. આ કંપનીઓ સાથેની ભાગીદારી અને સહયોગ ગુજરાતને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરમાં અગ્રણી રાજ્ય બનાવવા, અદ્યતન ઉત્પાદન તકનીકો લાવવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply