ગુજરાતને ફાળવાયેલા 9 તાલીમી IAS યુવા અધિકારીઓએ CM વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી
Live TV
-
જિલ્લા-વિસ્તારોમાં ,સુશાસન ગૂડ ગવર્નન્સ અને પારદર્શિતાની ,જન અનુભૂતિ સામાન્ય માનવીને થાય તેવી કાર્યદક્ષતા માટે પ્રેરણા આપી હતી.
ભારતીય સનદી સેવા IASની 2018-20ની બેચના ગુજરાતને ફાળવાયેલા 9 તાલીમી આઇએએસ યુવા અધિકારીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન સ્પીપાના ઉપક્રમે ,મુખ્યમંત્રીને મળેલા ,આ 9 યુવા તીલીમી ,આઇએએસ અધિકારીઓમાં ,ગુજરાતની એક સહિત ,6 યુવતીઓ પણ ,સમાવિષ્ટ હતી. મુખ્યમંત્રીએ આ તાલીમી અધિકારીઓને તેમના તાલીમ કાળ દરમિયાન ફાળવવામાં આવનારા જિલ્લા-વિસ્તારોમાં ,સુશાસન ગૂડ ગવર્નન્સ અને પારદર્શિતાની ,જન અનુભૂતિ સામાન્ય માનવીને થાય તેવી કાર્યદક્ષતા માટે પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ ,આ યુવા તાલીમી અધિકારીઓ સાથે ,સંવાદ સાધતા રહ્યું ,કે આપણું રાષ્ટ્ર બંધારણ ,સર્વોચ્ચ છે. તેની ભાવનાને અનુરૂપ કાર્ય આ યુવા IASએ ,કરવાનું છે.
