Skip to main content
Settings Settings for Dark

ગુજરાતભરમાં મેઘમહેર, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

Live TV

X
  • રાજ્યના વિવિધ નદી નાળા છલકાયા, ખેડૂતોમાં આનંદ

     

    વલસાડમાં ધોધમાર વરસાદ
    રાજ્યભરમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં થયેલા ભારે વરસાદ પડ્યો છે..ત્યારે સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતના વલસાડની..તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે..ગત રોજથી જ વલસાડ જિલ્લા માં મેઘમહેર છેલ્લા 24 કલાક આ જિલ્લામાં તાલુકા ઓમાં નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો ઉમરગામ 4.72 ઇંચ કપરાડા, 10.27 ઇંચ ધરમપુર 10.15 ઇંચ , પારડી 9 ઇંચ,  વલસાડ 6.57 ઇંચ, વાપી 10.27 ઇંચ વરસાદ નોંધાયો છે..

    નવસારીમાં અંબિકા-પૂર્ણા નદીમાં ઘોડાપૂર
    નવસારી જિલ્લા સહીત ઉપરવાશમાં મઘ્યમથી ભારે વરસાદ થયો છે..જિલ્લા ની અંબિકા-કાવેરી નદીઓમાં પાણી આવકમાં  થઈ રહ્યો છે વધારો..અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થતા ગણદેવી-અમલસાડને જોડતા પુલ પર નદીના પાણી ફરી વળ્યા પુલ પર અંબિકા નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો..જિલ્લા કલેક્ટર દ્વારા નદી કિનારાના વિસ્તારોના લોકો ને સાવચેત રહેવા તેમજ નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે..જીલ્લા કલેક્ટર  ડૉ.એમ.ડી.મોડિયાએ 23 જેટલા ગામોના લોકોને સતર્ક રહેવા જણાવ્યું..નવસારી જિલ્લાની નદીની સ્થિતિ જોઈએ તો પૂર્ણા નદીની જળ સપાટી 20 ફુટ નોંધાઈ છે..અને તેની ભયજનક જળ સપાટી 23 ફુટ છે..તો કાવેરી નદીની જળ સપાટી 17.50 ફુટે પહોચી છે..જ્યારે તેની ભયજનક જળ સપાટી 19 ફુટ છે..અંબિકા નદીની જળ સપાટી 30 ફુટ નોંધાઈ છે..જ્યારે તેની ભયજનક જળ સપાટી 28ફુટ છે..જિલ્લાના ડેમ ની સ્થિતિ પર નજર કરીએ તો કેલ્યા ડેમની જળ સપાટી 114.05 મીટર છે..જ્યારે આ ડેમની ઓવરફ્લો સપાટી: 113,40મીટર છે..જુજ ડેમમાં જળ  168.40 મીટર , ઓવરફ્લો સપાટી:167,50મીટર જોવા મળી હતી..

    નર્મદા ડેમની જળસપાટી 123.72 મીટરે પહોચી
    નર્મદા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો..નર્મદા બંધની જળ સપાટી માં છેલ્લા 24 કલાક માં 87 સેમી નો વધારો થયો..હાલની જળ સપાટી 123.53 મીટર  ઉપર પહોચી છે..ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે આવક વધી રહી છે..હાલ પાણી ની આવક 86,361 ક્યુસેક  છે..CHPH ના ટર્બાઇન હજી પણ બંધ..છેલ્લા 24 કલાક ના  વરસાદ ના આંકડા નાંદોદ 3.97 ઇંચ, ડેડીયાપાડા 2.24 ઇંચ, સાગબારા 2.80 ઇંચ, ગરૂડેશ્વર 4.25 ઇંચ, તિલકવાળા 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે..

    ડાંગમાં સૌથી વધુ આંહવામાં 8 ઈંચ વરસાદ
    ડાંગ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો..છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા જોઈએ તો આહવા સાડા 8 ઈંચ, વઘઈ 12 ઈંચ, સુબીર 6 ઇંચ સાપુતારા 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે..

    સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર, રાજકોટમાં 5 ઈંચથી વધુ વરસાદ
    છેલ્લાં 12 કલાક માં રાજ્યભર સાથે સૌરાષ્ટ્ર પંથક માં પણ નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. રાજય ના 78 તાલુકાઓ માં ,નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્ય ના, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ,છેલ્લાં 12 કલાક માં ,રાજકોટ માં ,સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે તો, અમરેલી માં તાલુકા માં ,પાંચ ઈંચ ,અને ગીરગઢડા તાલુકાઓમાં ચાર ઈંચ જેટલા વરસાદ ,નોંધાયો છે. મહુવા ખાતે ,ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. તો તળાજા, લખતર, લાઠી, જાફરાબાદ ,અને બરવાળા તાલુકાઓ માં બે ઈંચ થી વધારે વરસાદ, નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ ,સૌરાષ્ટ્ર ઝોન માં, 47.22 ટકા જેટલો ,સરેરાશ વરસાદ નોંધાયો છે

    મહિસાગરમાં હજુ ઓછો વરસાદ
    મહીસાગર હાલમાં વરસાદ નથી,વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે..પણ જિલ્લામાં ગત 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો વીરપુરમાં 36 મી.મી, લુણાવાડા 12 મી.મી, ખાનપુર 27 મી.મી , બાલાસિનોર.   86 મી.મી જેટલો વરસાદ નોંધાયો..મહીસાગર જિલ્લામાં મૌસમનો  33.34% વરસાદ નોધાયો છે..

    અરવલ્લીમાં પણ અનરાધાર વરસાદ
    અરવલ્લી  જીલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હતા..અરવલ્લી જીલ્લા ના ધનસુરા,બાયડ,શામળાજી,મોડાસા સહિત જીલ્લા માં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.અરવલ્લી જીલ્લા ના ધનસુરા માં એક કલાક માં ૨ ઇંચ  વરસાદ વરસ્યો હતો જેના લીધે બજાર,બસસ્ટેન્ડ,અને પરબડી ચોક  વિસ્તાર માં પાણી ભરાઈ ગયા હતા.અરવલ્લી જીલ્લા માં વરસેલા વરસાદ ની વાત કરીએ તો બાયડ માં 73 મીમી, ધનસુરામાં 58 મીમી, ભિલોડા માં 18 મીમી, મોડાસા માં  17 મીમી,માલપુરમાં 13 મીમી વરસાદ વરસ્યો હતો.

    ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
    લાંબા સમય બાદ દક્ષિણ ગુજરાત વાસીઓ એ ,પાણી મુદ્દે ,રાહત અનુભવી રહ્યા છે.ઉપરવાસ માં પડી રહેલા વરસાદ ને પગલે ,દક્ષિણ ગુજરાત ની જીવાદોરી ,ઉકાઈ ડેમ ની સપાટી માં છેલ્લા એક સપ્તાહ થી ,ધરખમ વધારો થયો છે. ડેમ ની સપાટી 305 ફૂટને પાર થઇ ગઈ હતી.ઉપર થી ,સતત ઉકાઈ ડેમ માં ,દોઢ લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે./ ઉકાઈ ડેમ ની સપાટી ,ચાલુ વર્ષે ,276 ફૂટ સુધી તળિયે જતા ,દક્ષિણ ગુજરાત વાસીઓના પીવાના પાણી ને, પ્રાધાન્ય આપીને ,ખેડૂતોને સિંચાઈ નું પાણી આપવા નું ,ડેમના સત્તાધીશો દ્વારા, બંધ કરાયું હતું,/ જેને લઈ ,હજારો એકર જમીન માં, ઉભા પાક ને ,નુકશાન ની ભીતિ સેવાઈ હતી, પરંતુ ચાલુ સીઝને ,ઉકાઈ ડેમ સારો એવો ભરાઈ ગયો છે, જેના પગલે ,જગતનો તાત પણ ,ગેલ માં આવી ખેતી કાર્યમાં જોતરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply