Skip to main content
Settings Settings for Dark

તાપીમાં ધોધમાર વરસાદ, પૂર્ણા અને ઓલન નદીએ બે કાંઠે

Live TV

X
  • નદીઓમાં આવેલા પુર ને લઈ ને વહીવટી તંત્ર એલર્ટ

    તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે..ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અને ઓલન નદીઓ બે કાંઠે વહી રહી છે..જ્યારે મીંઢોળા, ઝાંખરી, ગીરા નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે..નદીઓમાં આવેલા પૂરને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયુ છે.ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે.જેથી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે..તાપી જિલ્લામાં પડેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો વ્યારામાં 196 મીમી, વાલોડમાં 129 મીમીસ સોનગઢમાં 172 મીમી , ઉચ્છલમાં 125 મીમી, ડોલવણમાં 213 મીમી, નિઝરમાં 63 મીમી, કુકરમુંડામાં 93 મીમી વરસાદ નોંધાયો છે..ઉકાઈ ડેમની સપાટી હાલમાં 309.41 ફૂટ છે..જ્યારે ઉપરવાસમાંથી 1,27,924 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply