મૂર્ધન્ય પત્રકાર , કટારલેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે દુઃખદ અવસાન
Live TV
-
ગુજરાતના પત્રકારજગતમાં શોકનો માહોલ
ગુજરાતના જાણીતા કટાર લેખક અને વરિષ્ઠ પત્રકાર કાંતિ ભટ્ટનું મુંબઈ ખાતે નિધન થયુ છે..તેઓ ગુજરાતના વિવિધ ટોચના અખબારોમાં કામ કરી ચૂક્યા હતા..ખાસ તો કાંતિ ભટ્ટ કટાર લેખક તરીકે વધુ જાણીતા હતા..રોજિંદા સામાયિકોમાં આવતા તેમના કટારલેખો સાંપ્રત પ્રવાહોની આસપાસ રહેતા હતા.કાંતિ ભટ્ટની કારકીર્દીની જો વાત કરીએ તો ભાવનગરના મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી.ભાવનગર નગરપાલિકામાં એમણે થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા થયા.15 જુલાઈ 1931ના રોજ જન્મેલા કાંતિભાઈએ હજુ થોડા દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.સંશોધન લેખ અને સંશોધન પત્રકારત્વ માટે ખૂબ જાણીતા હતા.. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા રહ્યા હતા..અને આ દરમિયાન તેમણે હજારો લેખો લખ્યા..88 વર્ષની વયે તેમનું નિધન થતા ગુજરાતી પત્રકારજગતમાં સોપો પડી ગયો છે..
