ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયા કિનારે ત્રણ મકાનો ધરાશાયી
Live TV
-
એક મકાન ધરાશાયી થતા #Live દ્રશ્યો કેમેરામાં થયા કેદ
ગીર સોમનાથના ઉના ના ,સૈયદ રાજપરા બંદર ખાતે 3 કાચાં મકાન ધરાશાઈ થઈ ગયા હતા. રાજપરામાં બે ઈંચ ધોધમાર વરસાદ વરસ્યા બાદ દરિયા માં ,ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદ અને દરિયાની થપાટને કારણે દરિયા નજીક આવેલી પ્રોટેક્શન વોલ તૂટી પડતાં આ મકાનો ધરાશાઈ થયા હતા. જો કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.હજુ પણ ઘણા મકાનો ધરાશાયી થવાની ભીતી સેવાઈ રહી છે
