Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Live TV

X
  • હાલમાં કોઈ ભારે વરસાદ લાવનારી સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય ન હોવાથી 7 દિવસ રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. અત્યારે લો પ્રેશર એરિયા હજુ પણ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશની આસપાસ બનેલું છે અને મોનસૂન ટ્રફ અમૃતસરથી થઈને આ લો પ્રેશર વિસ્તાર તરફ જઈ રહી છે. આ ઉપરાંત, ગુજરાતના જમીની વિસ્તાર પર દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાશે.

    1 જૂનથી 22 ઓગસ્ટ સુધીના વરસાદના આંકડા જોઈએ તો, સમગ્ર રાજ્યમાં 511.8 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 534.4મિમીની સરખામણીએ 4% ઓછો છે. વિસ્તાર મુજબ વાત કરીએ તો, ગુજરાત રિજનમાં 789.5 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 699.9 મિમી કરતાં 13% વધુ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં 291.8 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 402.6 મિમીની સરખામણીએ 28%ની અછત દર્શાવે છે.

    અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાં પડી શકે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સિઝનનો કુલ 593.3 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 51.4 મિમી વધુ છે. એટલે કે, અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ નોંધાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply