Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 10 હજાર જેટલી સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાને

Live TV

X
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે. કુલ 10 હજાર જેટલી સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે મનપા તેમજ પંચાયત-નગરપાકિલાનું અલગ-અલગ દિવસે વોટિંગ હતું, જ્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું એક જ દિવસે મતદાન છે. મતદાન સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરશે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના નેતાઓ મળી કુલ 30 નેતાઓ મતદાન અમદાવાદમાં કરવાના છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કરબાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કરશે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મેદાનમાં ઉતરેલા 25 હજાર જેટલા ઉમેદવારોના ભાવી EVMમાં સિલ થશે. મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ માહિતી આપતા કહ્યું કે મતદાનના દિવસે થ્રી લેયર સિક્યોરિટી એક્શન પ્લાન બનાવાયો છે. મતદાન મથકની સંવેદનશીલતા મુજબ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં એઆઈ ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. સીસીટીવી નેટવર્ક એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ મતદાન મથકો પર ચાપતી નજર રખાશે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર, લોકોને ગુમરાહ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્વો સામે કડક પગલા ભરાશે. મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં મતદાન યોજાય તે માટે રાજ્ય પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply