Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીઓ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, કલેકટરની વિવિધ સેન્ટરોની મુલાકાત

Live TV

X
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારની વિવિધ રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી...

    અમદાવાદ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુજીત કુમારે વિવિધ રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે EVM સ્ટોરેજ, સ્ટાફની ફાળવણી અને કેન્દ્રો પરની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરી મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    28 રિસીવિંગ અને ડિસ્પેચિંગ કેન્દ્રો કાર્યરત

    ચૂંટણીના આયોજન માટે જિલ્લામાં કુલ 28 રિસીવિંગ અને ડિસ્પેચિંગ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં મહાનગરપાલિકા માટે 16, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 9 અને નગરપાલિકાઓ માટે 3 કેન્દ્રોનો સમાવેશ થાય છે. મતદાન મથકોની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં 4257, પંચાયતોમાં 1125 અને નગરપાલિકાઓમાં 132 મથકો પર મતદાન યોજાશે. આ વ્યવસ્થા દ્વારા તંત્ર સુનિશ્ચિત કરવા માંગે છે કે, દરેક મતદાર કોઈપણ અવરોધ વગર પોતાનો પવિત્ર મતાધિકાર સુરક્ષિત રીતે વાપરી શકે.

    કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુજીત કુમારે શું કહ્યું ?

    આ ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે 27 હજારથી વધુ પોલિંગ સ્ટાફ સહિત કુલ 30 હજારથી વધુ કર્મચારીઓ ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુજીત કુમારે કહ્યું કે, ઈવીએમ ડિસ્પેચિંગથી લઈને મતદાન બાદ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવા સુધીની તમામ પ્રક્રિયાઓ ક્ષતિરહિત રહે તે માટે વિશેષ સુરક્ષા સૂચનાઓ અપાઈ છે. શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply