ગુજરાતમાં આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે.
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા છે આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતની આસપાસ ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની છે. જેમાં દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ છે જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે. આ સાથે નોર્થ કોંકણ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. ત્યારે આજે રવિવારે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 31મી ઓગસ્ટના રોજ 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
પહેલી અને બીજી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ત્રીજી સપ્ટેમ્બરે એટલે કે, બુધવારે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
ચાર સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્યના 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
