ગુજરાતમાં ઈંધણની કોઈ અછત નથી, ઈંધણનો પૂરતો જથ્થો છે: મુખ્યમંત્રીની જાહેરાત
Live TV
-
ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે. સાથે જ કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા વિનંતી કરી છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઈંધણની અછત હોવાની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીની મહત્વની અપીલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા વિનંતી કરી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ ભારત અને ગુજરાતમાં ઈંધણ પુરવઠો સુરક્ષિત છે, તેથી પંપો પર બિનજરૂરી ભીડ ન કરવા જનતાને અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી પોતે દર બે દિવસે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને તેને આગળ ન ધપાવવા નાગરિકોને નમ્ર અપીલ કરી છે.
