Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી વધશે

Live TV

X
  • ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી વધશે; અઠવાડિયા પછી ફરી માવઠાની શક્યતા

    રાજ્યમાં ફરી એકવાર ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

    રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ

    છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ 36.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અન્ય મુખ્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રાજકોટમાં સૌથી વધુ  36.5 ડિગ્રી તાપમાન  નોંધાયું છે. જ્યારે, અમદાવાદમાં 36 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે..

    અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

    એક તરફ ગરમી વધી રહી છે, તો બીજી તરફ આજે અમદાવાદના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે, આ વાદળોથી ગરમીમાં ખાસ રાહત મળવાની આશા ઓછી છે, પરંતુ ભેજને કારણે અકળામણ વધી શકે છે.

    7 દિવસ બાદ ફરી હવામાન પલટાશે?

    હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, અઠવાડિયા પછી રાજ્યમાં ફરી એકવાર કુદરતી પલટો આવી શકે છે. 7 દિવસ બાદ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી વાતાવરણ પલટાશે અને કમોસમી વરસાદ અથવા માવઠા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

    હાલમાં તો ગરમીનો પારો ઉંચકાતા લોકોએ બપોરના સમયે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply