ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 175 થઈ
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી
ગુજરાતમાં કોરોના વાયરસની પકડ વધતી જઈ રહી છે.. અત્યાર સુધી રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 175 થઈ છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસમાં 10 નવા કેસનો ઉમેરો થયો છે. જેમાંથી ફક્ત અમદાવાદમાં જ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતના વધુ બે જિલ્લામાં પેસારો કર્યો છે. સોમવાર સુધી ગુજરાતમાં કુલ 15 જિલ્લામાં કોરોના વાયરસના કેસ નોંધાયા હતા, હવે સાબરકાંઠા અને આણંદ જિલ્લામાં પણ કોરોના વાયરસના એક એક કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ સોમવારે પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી હતી.
રાજ્યમાં નોંધાયેલા કેસની જિલ્લાવાર માહિતી જોઈએ તો રાજ્યમાં કુલ 175 પોઝિટિવ કેસ છે. જેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકાડાઓ જોઇએ તો અમદાવાદમાં 83 પોઝિટિવ કેસ અને 5ના મોત, સુરતમાં 22 કેસ અને 3ના મોત, ભાવનગરમાં 14 કેસ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 કેસ, વડોદરામાં 12 કેસ અને 2ના મોત, રાજકોટમાં 11 કેસ, પાટણમાં 5 કેસ, પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ,પંચમહાલમાં એક કેસ અને એક મોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.
